ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે

શબરી ભજન

નાનપણમાં માતાની પડખે સૂઈને રોજ ભજન સાંભળતા સાંભળતા સુવાની ટેવ હતી મને. એમાંથી મારુ સૌથી પ્રિય ભજન હતું "મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે". આ ભજન મને એટલું ગમતું કે માતા ગાતા ગાતા સુઈ જતી પણ હું એ સાંભળવા માટે પરાણે જાગતો રહેતો. આજે અચાનક એ ભજન યાદ આવી ગયું, તો વિચાર્યું કે લખી દઉં ક્યાંક. મારા બ્લોગથી વધુ સારી કઈ હોઈ શકે લખવા માટે!


મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે (2)

ક્યારે પધારે મારો જનમ સુધારે રે... મારી...


 નામ મારુ શબરી ને જાતની છું ભીલડી 

ઋષિઓના આશ્રમે રહું છું હું એકલી (2)

ગુરુજીએ વચન આપ્યું રામ મળે ક્યારે રે... મારી...


મીઠા મીઠા બોર મેં તો દળિયામાં રાખ્યા 

આંખે દેખાય નહીં તેથી મેં તો ચાખ્યા (2)

વીણી લાવી છું હું તો સાંજ સવારે રે... મારી..


ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખી 

સાચો ભરોસો મારા રૂદયામાં રાખી 

વાટલડી જોઉં હું તો આંસુડાંની ધારે રે... મારી...


જનમ જનમની મારી પ્રતિ છે અધૂરી 

કહો મારા રામ તમે ક્યારે કરશો પુરી 

વિરહના દુઃખ માર હૈયા માંહી હાલે રે... મારી...


કાયા પ્રભુજી મારી જીરણ થઇ છે 

તમારી પરીક્ષા મારી વેરણ થઇ છે

વાટલડી જોઈ રહી હું તો આસુંડાની ધારે રે... મારી...



ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?