બ્રિટનનું યુરોપિયન યુનિયનથી (EU) બહાર નીકળવું (Brexit), અને તેના પરિણામો

 બ્રિટન યુરોપિયન યુનિયનથી બહાર શા માટે થઇ ગયું? આના પરિણામ શું આવી શકે છે? આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા આપણે સમયના રથના પૈડાને ઉલટા ઘુમાવીને ૧૯૪૭ માં લઇ જઈએ, કે જયારે ભારત દેશ બ્રિટનના પિશાચી સાશનથી સ્વતંત્ર થઇ રહ્યો હતો. એ સમયે કહેવાતી અહિંસાને કારણે નહિ, પરંતુ ભારતીય સેના દ્વારા વિદ્રોહ કરવાને કારણે ભયભીત થઈને અંગ્રેજોને સ્વતંત્રતા દેવી પડી રહી હતી. આ વાતથી ચિડાઈને તત્કાલીન બ્રિટીશ પ્રધાનમંત્રી અને બંને વિશ્વયુદ્ધના ખલનાયક એવા વિન્સ્ટન ચર્ચિલે નીચે મુજબ કહ્યું....


"ભારતીય લોકો સાશન કરવા માટે સક્ષમ નથી, તેઓ સાશિત થવાને જ લાયક છે. થોડા જ સમયમાં તેઓ આપણી પાસે આવશે અને બ્રિટનને ફરીથી પોતાનો સ્વામી બનાવવા માટે ભીખ માંગશે"

બ્રિટન નો આ અહંકાર માત્ર ભારત માટે નહતો. વિશ્વના બધા સમુદાયો પ્રતિ નીચપણું દેખાડવું એ બ્રિટન નો સ્વભાવ બની ગયો હતો. પોતે રાજાશાહીમાં રહેવાને કારણે જયારે ફ્રાંસના લોકોએ પોતાના ક્રૂર રાજા વિરુદ્ધ ક્રાંતિ ચલાવી ત્યારે અંગ્રેજોએ ફ્રાન્સીસીઓ વિરુદ્ધ વિશ્વભરમાં ઘૃણા ફેલાવી અને એવું દર્શાવ્યું કે એ લોકો અત્યંત અસહિષ્ણુ  છે. જયારે અમેરિકાએ બ્રિટન થી સ્વતંત્રતા છીનવી લીધી અને એક પ્રજાતંત્ર રાષ્ટ્ર બનાવ્યું ત્યારે બ્રિટેને વિશ્વભરમાં પ્રત્યેક મંચ ઉપર અમેરિકીઓના પ્રજાતંત્રની મજાક ઉડાવી અને બતાવ્યું કે બ્રિટીશ રાજાશાહી વ્યવસ્થા જ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે. પરંતુ આ અહંકારનો સૌથી વધુ ભોગ બન્યા કાળી ચામડી વાળા દેશો. આફ્રિકા ખંડના ઘાના, સોમાલિયા, બુરુંડી વગેરે જેવા દેશોનો એક બહોળો વર્ગ આજે પણ એમ સમજે છે કે તેઓ પોતે પોતાના દેશનું પ્રસાશન કરવાને લાયક નથી, પ્રસાશન તો ગોરાઓ જ કરી શકે. માટે આજે પણ તેમના સંસાધનોને ગોરાઓ નિર્મમતાથી લુંટી રહ્યા છે.

આટલી પૂર્વભૂમિકા બ્રિટેનના સ્વભાવ અને અહંકાર બતાવવા માટે દેવામાં આવી છે. તેઓ સમજે છે કે વિશ્વમાં માત્ર બ્રિટીશ લોકો જ પોતાનું મગજ ધરાવે છે, બીજાઓ પાસે તો છે જ નહિ. અને આ જ અહંકાર તેઓને આજે બહુ મોટું નુકસાન કરી ગયો.

૬૦ ના દશકમાં જયારે EU ની રચના થઇ ત્યારે બ્રિટેન એક અસ્ત થતું સામ્રાજ્ય હતું. આમ તો જોકે અસ્ત થઇ રહ્યું હતું, પરંતુ હતું તો સામ્રાજ્ય. યુરોપના નાના નાના દેશોની સામે બ્રિટન એક મહાકાય દૈત્ય જેવું હતું. આ જ કારણથી EU એ UK ને ભેળવવા માટે સૌથી વધુ વ્યાપારિક અને પ્રસશાકીય છૂટછાટો આપી દીધી. અર્થતંત્રની વધુ ઊંડાઈઓમાં ના જતા, આપણે એટલું સમજીએ કે જે સંધી UK ને EU દ્વારા મળી હતી એ બેઉ હાથમાં લાડુ ઉપરાંત મોં માં પણ બે-બે લાડુ સમાન હતી. આ સંધીની અંતર્ગત UK ને દીવાળિયું થતા EU એ કમસે કમ બે-બે વાર પ્રત્યક્ષ રીતે બચાવ્યું હતું. અને અપ્રત્યક્ષ રૂપે તો પહેલાથી જ બચાવતું આવે છે. આના બદલામાં UK ને માત્ર EU ના અમુક અર્થતાંત્રિક નિયમોનું પાલન કરવાનું હતું. હવે બ્રિટનને આ નિયમોનું પાલન કરવું પણ પોતાના અહંકારની વિરુદ્ધ લાગતું હતું.

ફાસ્ટ ફોરવર્ડ કરીને આપણે હવે વર્તમાન સમયમાં આવીએ. બોરીસ જોન્સન નામનો એક રાજનેતા આવે છે અને કહે છે કે આપણે "ગ્રેટ બ્રિટન" હોવા છતાં કોઈ રેંજી પૈંજી EU ના કહેલા નિયમોનું પાલન શા માટે કરીએ? આપણે "સ્વતંત્રતા" જોઈએ છે. એમનું કહેવાનું છે કે EU નો બધો કારોબાર UK ના કારણે ચાલે છે અને તેના બદલામાં EU બેરોજગાર લોકોને UK માં મોકલે છે. આટલી મોટી ભ્રમણામાં માત્ર અહંકારી બ્રિટન જ રહી શકે!

બ્રિટેનના રાજનેતા, ઉદ્યોગપતિઓ, અને પ્રબુદ્ધ વર્ગ એ જાણતા જ હતા કે EU થી નીકળવાનો અર્થ પગ ઉપર કુહાડી મારવી નહિ, પરંતુ પોતાના જ પેટમાં છરી ભોંકવા જેવું થાય છે. છતાં પણ આ દંભીઓએ અક્ષમ્ય ભૂલોની હારમાળા સર્જી દીધી. આવો જોઈએ કે આખા વિશ્વને પ્રસાશન કરવામાં અસક્ષમ કહેનાર બ્રિટેન પોતાના દેશના પ્રસાશન માં કેટલું કુશળ કે કંગાળ છે....


  • પ્રધાનમંત્રી ડેવિડ કેમેરોન ખુદ એ જાણતા હતા કે EU માંથી નીકળવાનો અર્થ છે દીવાલિયા થઇ જવું. પરંતુ એમની જ પાર્ટીએ EU માંથી નીકળવાના અભિયાન નો પ્રારંભ કરી દીધો. હવે જો કોઈ બુદ્ધિમાન રાજનેતા હોત તો પોતાની પાર્ટીના લોકોને સમજાવીને દેશના હિતમાં આ વિષયને ત્યાં જ દબાવી દેત. પણ નહિ, તેમણે ઉલટાનું આ વિષયને પોતાની મહત્તા સાથે જોડીને મોટું સ્વરૂપ આપી દીધું અને દેશનું નુકસાન કર્યું.

  • જયારે વાત બગડી જ ગઈ હતી ત્યારે EU ની સાથે સમજુતી કરીને દેખાવ પુરતું જનતા ને શાંત કરી શકાતી હતી, પણ નહિ, તેમણે આ વાત ઉપર જનમત સંગ્રહ કરવાનો નિર્ણય કર્યો અને તેમને કોઈએ રોક્યા પણ નહિ. આમ કરીને આ વિષયને બિનજરૂરી રીતે વિકરાળ સ્વરૂપ આપવામાં આવ્યું. અને વળી પ્રજાતંત્રમાં જનમત સંગ્રહ સામાન્ય રીતે નથી લેવાતા કારણકે આવા નિર્ણયો લેવા માટે તો સરકાર ને ચૂંટવામાં આવે છે! હવે જો પ્રત્યેક નાના મોટા વિષય ઉપર જનમત સંગ્રહ લેવામાં આવે તો સરકારની જરૂર જ શું છે? 

  • જનમત સંગ્રહ લીધું તો લીધું, પરંતુ એમાં પણ માત્ર "Remain" અને "Leave" એમ બે જ વિકલ્પ રાખવામાં આવ્યા, કે જયારે બીજા અનેક વિકલ્પો હોઈ શકતા હતા. પછી આની ઉપર માત્ર સામાન્ય બહુમતથી જ નિર્ણય લેવાનું નક્કી થયું, કે જયારે ૨/૩ બહુમત નો નિયમ પણ સરળતાથી રાખી શકાયો હોત. આ ત્યાના પ્રસશાકોની કાર્યક્ષમતાનું દીવાલીયાપાનું જ બતાવે છે.

  • BBC અને એના જેવા બીજા બજારુ મીડિયામાં EU માં રહેવાનો નિરંતર પ્રચાર ચલાવવામાં આવ્યો. આનાથી એ સુનિશ્ચિત થયું કે ભણેલ ગણેલ વર્ગ સમજી જાય કે તેમને "Remain" નું બટન દબાવવાનું છે. આટલું કરીને પ્રસાશન સંતુષ્ટ થઇ ગયું. જયારે એ લોકો ભૂલી ગયા કે આ "ભણેલ ગણેલ" વર્ગ પણ એટલો જ એદી છે જેટલી સરકાર! તેઓ વોટ કરવા ક્યારેય જવાના નહોતા! હવે રહ્યા ગામડાનો વર્ગ કે જે ક્યારેય સરકારી BBC નથી જોતો. બોરીસ ની તઘલખી વાતો તેમના ભેજામાં ઘુસી ગઈ અને તેઓએ મોટાપાયે "Leave" ને વોટ કરી દીધું. આ લોકો મોટે ભાગે ૫૦ ની ઉપરની વયના લોકો હતા. અમુક યુવાનોએ પણ "Leave" વોટ કર્યું, કેમ? કારણકે તેમને વિશ્વાસ હતો કે "Leave" વાળા હારી જશે માટે તેમને સહાનુભુતિ આપવા માટે!! શું લોકતંત્ર આવી રીતે ચાલે છે?

  • હવે પરિસ્થિતિ એવી છે કે આખું બ્રિટેન આઘાતમાં છે. સાંપે છછુંદર ગળ્યા જેવો ઘાટ થયો છે કે જે તેઓ નથી ઓકી શકતા કે નથી ગળી શકતા. યુવા વર્ગ વૃદ્ધો પ્રતિ આક્રોશિત છે, તો વૃદ્ધો યુવાઓને ઓછા દેશપ્રેમી માને છે. નાગરીકો હવે બીજો જનમત સંગ્રહ ઈચ્છે છે પરંતુ ડરે છે કે ફરીથી "Leave"  ના જીતી જાય! ચુનાવ પ્રક્રિયા પછીની આટલી રમુજી પરિસ્થિતિ મેં ક્યારેય નથી જોઈ.

  • હવે જરાક "Leave" વાળા નેતાઓની બુદ્ધિમતા પણ જોઈ લઈએ. આશ્ચર્યની વાત એ છે કે આ નેતાઓએ પણ ક્યારેય નહોતું વિચાર્યું કે "Leave" વાળા જીતી જશે! તેઓ તો માત્ર પોતાનું રાજનૈતિક કદ વધારવા માટે આવું કરતા હતા. આમ કરવામાં એમને દેશનું નુકસાન કરી દીધું. હવે પરિસ્થિતિ એવી છે કે તેઓ પોતે પણ નથી ઈચ્છતા કે દેશ EU થી બહાર નીકળી જાય અને એ જ કારણ છે કે હવે જીતી ગયા પછી આગળ શું કરવાનું છે એની કોઈ યોજના તેઓ પાસે નથી. બોરીસ સહીત બધા "Leave" નેતાઓ ખુદ એવું માની ચુક્યા છે કે એમની પાસે હવે બ્રિટન ને આગળ લઇ જવા માટેની કોઈ યોજના નથી. હવે પરિસ્થિતિ એવી છે કે EU થી નીકળવાની ઔપચારિકતા કરવા માટે કોઈ પણ નેતા આગળ આવવા તૈયાર નથી કેમકે તેમનું આ કૃત્ય તેમના રાજકીય જીવનનું છેલ્લું કૃત્ય હશે!

  • EU માંથી નીકળવાના સમાચાર મળતાની સાથેજ સ્કોટલેંડ અને આયરલેન્ડે પણ સાફ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ EU માં રહેવા માટે UK થી નીકળી જવા માંગે છે. આનો અર્થ એ થયો કે "ગ્રેટ બ્રિટેન" હવે માત્ર ત્રણ નગરો વાળો એક ટાપુ બનીને રહી જશે. એ જ નાનો ટાપુ કે જે ભારતમાં ઘુસતા પહેલા હતો!


પરિસ્થિતિ ડામાડોળ છે. બ્રિટેનમાં રાજનૈતિક શૂન્યાવકાશ છે. ઉદ્યોગપતિઓને હવે બ્રિટીશ નેતાગીરી મૂર્ખાઓની જમાત જેવી લાગે છે.  આ તરફ EU પણ આ બ્રિટીશ "લાટ સાહેબ" થી કંટાળી ગયું છે. તેઓ ઈચ્છે છે કે બ્રિટેન જલ્દી થી જલ્દી EU માંથી ઉચાળા ભારે કે જેથી તેઓ તેમનો વ્યાપાર ઝુંટવી શકે. જો બ્રિટીશ રાજનેતાઓ પોતાની મેળે નહિ નીકળે તો તેમને ધક્કા મારીને કાઢવામાં આવશે. આજનું બ્રિટેન એ ૬૦ ના દશાકનું બ્રિટેન નથી કે જેના બધા જ નખરા સહન કરવામાં આવે. ખુદ EU ની પરિસ્થિતિ પણ દયનીય છે. તેઓ એક કૃત્રિમ સંસ્થા છે કે જેનું અસ્તિત્વ આજે નહિ તો કાલે, અવશ્ય મરી જવાનું છે. ચરિત્રમાં તો એ પણ ચોર બ્રિટેન નો ભાઈ ઘંટીચોર જ છે. જ્યાં સુધી વિશ્વમાંથી લુંટેલો પૈસો યુરોપીય દેશો પાસે હતો ત્યાં સુધી આ લોકો અંદરો અંદર સંપીને રહી શક્યા. પરંતુ હવે જયારે આ સંપત્તિ સમાપ્ત થઇ રહી છે ત્યારે તેમની અંદર મૂળભૂત રહેલ જંગલીપણું ખરેખર જાગૃત થઇ રહ્યું છે. પરંતુ આ વિષયમાં પછી ક્યારેક.

Brexit ની ઘટનાને જોઇને હવે એવું પૂર્ણતઃ સમજાય છે કે શા માટે બ્રિટેન લોકશાહી ઉપર વિશ્વાસ નથી રાખતું અને કેમ આજે પણ રાણીની પગચંપી કરતા જોવા મળે છે. એટલા માટે કે તેઓ જાણે છે કે બ્રિટીશ લોકો પ્રસાશન કરવાને લાયક નહિ,  પરંતુ પ્રસષિત થવાને જ લાયક છે!!

લોર્ડ ચર્ચિલ... તમારું કથન સાચું હતું... માત્ર દેશનું નામ ખોટું હતું!!

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે