શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૧

"ભારતમાં લોકશાહી ખતરામાં છે"

"ભારતમાં સરમુખત્યાર શાહી ચાલી રહી છે"

"ભારતમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે"

આવા બધા સનસનાટી મચાવતા - પણ વાસ્તવમાં સાવ હળવાશથી અને નિરર્થક રીતે કહેવાયેલા - નિવેદનો તમને ૨૦૧૪ પછી બહુજ સાંભળવામાં આવ્યા હશે. સામાન્ય રીતે આવા નિવેદનો એજ લોકો કરતાં હોય છે જેમને લોકશાહીના નામે લાલિયાવાળી જોઈતી હોય અને દેશ વિરુદ્ધ કામો કરવા હોય. વિરોધી વિચારધારા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આવા લોકો દેશને જ નુકસાન કરતાં જોવા મળે છે. દેશના મહત્વાકાંક્ષી પ્રોજેકટો અટકાવવાદેશની સુરક્ષામાં ગાબડાં પાડવાદેશની છબી દુનિયામાં બગાડવીદેશના સાર્વભૌમત્વ ઉપર તરાપ મારનારા તત્વો સાથે હાથ મિલાવવો.. વગરે જેવા કામો રાજકીય પક્ષો કરતાં રહે છે. 

આ કારણોથી મારા મતે ભારતની પ્રસાશન વ્યવસ્થામાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને ધળમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે. અને આના માટે લોકશાહીથી અલગ વિવિધ પ્રકારની પ્રસાશન વ્યવસ્થાઓનું મૂલ્યાંકન અને ચિંતન કરવું જરૂરી છે.

હવે સ્વાભાવિક રીતેજ વાચકને અમુક પ્રશ્નો થશે કે જે હું એમના વતી આ લેખમાં જ પૂછી લઉં છું અને એનો જવાબ પણ આપી દઉં છું. 

પ્રશ્ન ૧: પણ લોકશાહી આટલા સમયથી ભારતમાં ચાલી રહી છેહવે કેમ આ પ્રશ્ન ઉઠે છે?

જવાબ: એટલા માટે કારણકે હવે આપણી પાસે સમય દ્વારા પ્રમાણિત તથ્યો છે કે જેના પરથી એક સચોટ નિષ્કર્ષ કાઢી શકાય છે. 

આપણે જોઈ શકી છીએ કે યુરોપીય દેશો કે જેને લોકશાહીના સૂત્રધાર માનવામાં આવે છે એમની શું હાલત છે. ડાબેરી અને જમણેરી વિચારધારાઓમાં સપડાઈને આજે એ આખો ખંડ કક્કડભૂસ થવાના આરે આવી ગયો છે. પરદેશી મૂળની પ્રજા ત્યાં એટલી વધી ગઈ છે કે તેમની પોતાની ઓળખાણ હવે અમુકજ દશકોની જ મહેમાન છે. તાઇવાન કે જે સતત ચીનના ડર સાથે જીવી રહ્યું છે ત્યાં પણ દેશદ્રોહી વિપક્ષ સતત ચીની આક્રમણને પ્રોત્સાહન આપી રહ્યું છે. થોડા સમયમાં એ સત્તા ઉપર આવે એટલીજ વાર છે. ન્યૂજીલેન્ડમાં દેશદ્રોહીઓ સત્તા ઉપર આવી ચૂક્યા છે અને મોટા પ્રમાણમાં એશિયાઈ મુસ્લિમોને ઘૂસાડી રહ્યા છે. આફ્રિકાના રાજકારણીઓ જે કોઈપણ સૌથી વધુ પૈસા આપે એને પોતાની જાત વેચવા માટે બજારમાં લાઇન લગાવીને ઊભા છે. 

આ બધા દેશો તો સાવ નાના નાના છે. આમાંથી મોટા ભાગના દેશો તો ભારતના એક એક મહાનગરની તુલનામાં આવે એવડા દેશો છે. જો આવડા નાના દેશો પણ લોકશાહીનો ભાર નથી ખમી શકતા તો પછી ભારત જેવડો વિકરાળ દેશ કઈ રીતે ખમી શકે

અને હવે ભવિષ્યનો સૌથી મોટો પ્રશ્ન છે વિધર્મીઓની વધતી જતી જનસંખ્યાખાલી કલ્પના કરી જુઓ એ સમયની કે જ્યારે ભારતીય મૂળ આસ્થાઓ પાળતી પ્રજા વિધર્મીઓ કરતાં સંખ્યામાં ઓછી હશે અને જો ત્યારે લોકશાહી હશે તો શું થશેકદાચ આ એકજ કારણ પૂરતું છે લોકશાહીની ઉપર પુનર્વિચાર કરવાનું.

પ્રશ્ન ૨: તો પછી બીજા કયા સફળ ઉદાહરણો છે?

જવાબ: મધ્યપૂર્વના અરબી રાષ્ટ્રો આજે પણ લોકશાહી વિના ખુબજ સૂચરું અને શિસ્તતાથી ચાલી રહ્યા છે. યાદ રહે કે આ એ પ્રજાતિઓ છે કે જે આખા ઇતિહાસમાં બર્બર પ્રજાતિઓ તરીકે રહી છે. જો આ દેશોમાં લોકશાહી હોત તો ત્યાંનાં જંગલી લોકોએ ક્યારનો સર્વનાશ કારની નાંખ્યો હોત. પણ તેમની એકહથ્થુ સાશન વ્યવસ્થાએ આ બર્બર પ્રજાને પણ વૈભવશાળી બનાવી દીધી છે. 

હજુ હમણાં સુધી નેપાળમાં રાજાશાહી હતી અને ત્યાં લોકો સુખેથી રહેતા હતા. કમસે કમ કોઈ દેશદ્રોહી પ્રવૃતિઓ તો નહોતીજ ચાલતી. પણ રાજાને તેના પરિવાર સાથે મારી નાંખીને માઓવાદીઓ લોકશાહી લાવ્યા અને ત્યારથી ત્યાંની પ્રજા દુખી જ છે. ભુતાનમાં હજુ આજે પણ રાજાશાહી છે અને ત્યાંનો HDI (Human Development Index) વિશ્વમાં અગ્રગણ્ય છે. આ ઉપરાંત બ્રુનેઈ જેવા દેશો પણ રાજશાહીને કારણે અત્યંત સમૃદ્ધ અને શાંત છે. 

હવે એવી દલીલ થઈ શકે કે આ બધા દેશો પણ નાના છે. ભારતની સમકક્ષ દેશ કયોતો ભારતની સમકક્ષ દેશ શોધવા માટે આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણો પાડોશી દેશ ચીન જ આપણો સમકક્ષ દેશ છે. ત્યાં પણ લોકશાહી નથી. અને એટલા માટેજ તેઑ ખુબજ ટૂંકા ગાળામાં ઇતિહાસમાં ક્યારેય કોઈએ ના કરી હોય એટલી જડપી પ્રગતિ કરી. આ પ્રગતિ લોકશાહી સાથે અશક્ય હતી. 

આ ઉપરાંત મહત્વની વાત એ છે કે આમાંથી એકપણ દેશે પોતાની મૂળ પ્રજાની જનસંખ્યા જોખમમાં મુકાવા નથી દીધી. તેઑ આજે પણ એજ જનસંખ્યાનો અનુપાત ધરાવે છે કે જે કદાચ ૧૦૦ વર્ષ પહેલા હતો. આ બહુજ મોટી વાત છે. 

પ્રશ્ન ૩:  તો એવું કોઈ તાજેતરનું ઉદાહરણ ખરું કે જેમાં કોઈ દેશે લોકશાહીમાંથી હટીને અલગ વ્યવસ્થા લાગુ કરી હોય?

જવાબ: જી હાં. આ ઉદાહરણ છે રશિયાનુંરશિયન પ્રમુખ પુતિને તાજેતરમાં જ રશિયાનું બંધારણ બદલીને પોતાને આજીવન પ્રમુખ તરીકે સ્થાપિત કરી દીધા. આવું એમને શા માટે કરવું પડ્યું? કારણકે રશિયન જનસંખ્યાનો અનુપાત ખુબજ જડપથી બદલાઈ રહ્યો છે. જો આવું ને આવું ચાલ્યે રાખ્યું તો ટૂંકસમયમાં જ રશિયામાં રશિયન પ્રજા જ લઘુમતીમાં આવી જશે. આવા સમયે લોકશાહી હોવાનો અર્થ છે કાયમ માટે રાશિયાનોએ પોતાનો દેશ ભૂલી જવો. આ જ કરણથી પ્રમુખ પુટીને ચેચેનયા જેવા વિધર્મી પ્રદેશો ઉપર પોતાની સખત પકડ જમાવી રાખી છે.

ચીન તો રશિયાથી પણ એક કદમ આગળ જઈને શીનજીયાંગ પ્રાંતનો જન અનુપાત ઉલટાવવામાં સફળ રહ્યું છે.

પ્રશ્ન ૪: પણ આપણી પાસે લોકશાહીના સફળ ઉદાહરણો પણ છે. વિશ્વની પ્રથમ ક્રમાંકિત સત્તા અમેરિકા એક લોકશાહી જ તો છે?

જવાબ: અમેરિકા દેશ અનેક રીતે એક ભાગ્યશાળી દેશ રહ્યો છે. ઇતિહાસમાં અનેક એવી ઘટનાઓ બની છે કે જેમાં તેઓને બગાસું ખાતા પતાસું મળી ગયું હોય. પણ એક બાબતમાં તેઑ ખુબજ અને સતત ભાગ્યશાળી રહ્યા છે કે જે છે તેમનું નેતૃત્વ. અમેરિકાની લોકશાહી ભારત જેવી "એક સાંધે ત્યાં તેર તૂટે" એવી નથી. ત્યાં બે જ પક્ષો છે અને તેમના સદભાગ્યે હમણાં સુધીના દરેક પક્ષના નેતાઓ દેશનું ભલું ઈચ્છવા વાળા જ આવ્યા છે. આ ઉપરાંત, એકવાર ચુંટણી પૂરી થયા પછી ચૂંટાયેલો રાષ્ટ્રપતિ એ દેશનો લગભગ રાજા જ બની જાય છે. જ્યારે ભારતમાં પ્રધાનમંત્રી ઉપર પણ અનેક સત્તાઓ બિરાજમાન છે.

આમ છતાં, અમેરિકાનો એ "સ્વર્ગીય સમય" હવે પૂરો થવામાં છે. અત્યારની તેમની રાજકીય પરિસ્થિતિ મુજબ અમેરિકા હવે માત્ર વધુ એક પેઢી પૂરતુંજ મહાસત્તા છે. ત્યાંની મૂળ ધોળી પ્રજા માનસિક અને સાંસ્કૃતિક રીતે સાવ કંગાળ બનાવી નાખવામાં આવી છે કે જે એક પેઢીથી વધુ પોતાનું પ્રભુત્વ ટકાવી રાખી શકે એમ નથી. અને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યાંનાં ડાબેરી રાજકારણીઓએ, અને એના મૂળમાં રહેલી છે લોકશાહી. 

ફરીથી એ જ વાત. જો દેશની મૂળ સંસ્કૃતિ, મૂળ ઓળખાણ, મૂળ વિચારધારા સાચવી રાખવી હોય તો લોકશાહીનો વિકલ્પ શોધવો જ રહ્યો. 

પ્રશ્ન ૫: પણ જો ભારતની જ વાત કરીએ તો ભારતમાં સત્તા પરિવર્તન લોકશાહીને કારણે જ આવેલું છે. આજના દેશહિતને હૈયે રાખનાર નેતા એ આ જ લોકશાહીનું પરિણામ છે. તો પછી કેવી રીતે લોકશાહીને નકારી શકાય?

જવાબ: ભારત એ એક ધબકતી સંસ્કૃતિ અને અત્યંત તેજસ્વી મેધા ધરાવતો દેશ છે. જ્યારે બીજી સંસ્કૃતિઓ માત્ર ૧૦૦ વર્ષની અંદર જ પોતાના મૂળિયામાંથી ઊખડી ગઈ, ત્યારે ભારતીય સમાજ ૧૦૦૦ વર્ષના સતત સંઘર્ષ બાદ પણ અડીખમ છે. એનું કારણ એ છે કે જ્યારે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે ત્યારે આ ભૂમિ એવા નરવીરો ઉત્પન્ન કરી જ આપે છે કે જે પ્રત્યેક અડચણોને પાર કરીને ફરીથી વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવી દે છે. આ જ ઇતિહાસના ભાગ રૂપે આ સમયે પણ ભારતને એવું નેતૃત્વ મળ્યું કે જે અત્યારના સમયની દુર્ગમતાઓને લાંઘીને ઉપર આવી ગયા.

આનો અર્થ એ થયો કે જ્યારે જ્યારે જેવી કુશળતા વાળા નેતૃત્વની આવશ્યકતા હશે ત્યારે ત્યારે તેવું નેતૃત્વ આ ભૂમિને મળી જ રહેશે. અને આવું કહેવાને માટે ઠોસ આધાર પણ છે. ઇતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમદિત્ય, શાલિવાહન જેવા અનેક ઉદાહરણો છે કે જેમણે આવશ્યકતા પડતાની સાથે જ પોતાનું પરાક્રમ બતાવીને સત્તા પરિવર્તન કરેલું છે. એટલે જો લોકશાહી હશે તો જ દુષ્ટ સાશકોને ઉથલાવી શકાશે એવું જરાપણ નથી. 

 પ્રશ્ન ૬: પણ દુનિયાએ જો સારા સરમુખત્યારો જોયા છે તો એટલાજ ક્રૂર અને પાપી સરમુખત્યારો પણ જોયા છે. એની સામે સંતુલન કરી રીતે બનાવવું?

જવાબ: હા. એ વાત સાચી. ઉપર જેટલા પણ ઉદાહરણો આપ્યા એમાંથી મોટાભાગના સરમુખત્યારો અનુકરણ કરવાને યોગ્ય નથી. મારુ એવું કહેવું પણ નથી કે આપણે એ વ્યક્તિઓનું કે એમની વ્યવસ્થાનું અનુકરણ કરવું જોઈએ. એ ઉદાહરણો આપવાનું પ્રયોજન લોકશાહીની નિરર્થકતા પ્રસ્થાપિત કરવાનું હતું, અને એ બતાવવાનું હતું કે લોકશાહી સિવાય પણ ઘણી વ્યવસ્થાઓ છે કે જે એક દેશને ખૂબ સારી રીતે આગળ લઈ જઈ શકે છે. 

અલબત્ત ભારતે આમાંથી એકેની નકલ કરવાની જરૂર નથી. ભારત પાસે પોતાનું, સમયની એરણ ઉપર પરખાયેલું માળખું છે. કદાચ એ આપણે ફરીથી અમલમાં લાવી શકીએ. 

પ્રશ્ન ૭: તો એ કઈ સાશન વ્યવસ્થા છે કે જે ભારતીય પણ છે અને એકહથ્થુ સાશાનના સંભવિત દુર્ગુણોને નિયંત્રિત કરનાર પણ છે?

જવાબ: એ સાશન વ્યવસ્થા છે ચક્રવર્તી સામ્રાજ્યની. ભારતના ઇતિહાસમાં અનેક ચક્રવર્તી સામ્રાટો થઈ ગયા કે જે વિશ્વના એક બહુજ મોટા ભૂભાગ ઉપર આધિપત્ય ધરાવતા હતા. અત્યારનું જે ભારત છે એ તો તેની તુલનામાં ખુબજ નાનો ભૂભાગ છે. આવડા મોટા સામ્રાજ્ય ઉપર એકમાત્ર ચક્રવર્તી સમ્રાટ કઈ રીતે પ્રસાશન ચલાવતો હશે?

જવાબ છે જનપદ વ્યવસ્થા. 

આ વ્યવસ્થા કેવી હતી એ આપણે જોઈશું આ બ્લોગ શ્રેણીના બીજા ભાગમાં

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે