શું "જિંદગી ના મિલેગી દોબારા" એવું વિચારવું સાચું છે?
શું "જિંદગી ના મિલેગી દોબારા" એવું વિચારવું સાચું છે?
આ એક ભોગવાદી વિચારધારા છે, જેના મૂળ અબ્રાહમીક ધર્મો સાથે જોડાયેલા છે. અબ્રાહમીક ધર્મો માને છે કે આ સમગ્ર વિશ્વ મનુષ્યો - અને ખાસ કરીને પુરુષોના ઉપભોગ માટે બનાવવામાં આવ્યું છે. તેઓ પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતને માનતા નથી, તેથી તેઓ એવું જ વિચારે છે કે એક જ તક મળી છે ભોગો ભોગવવાની, પછી તો મરણ પછી કબરમાં પડ્યા પડ્યા કયામતની રાહ જોવાની છે. તેથી જેટલા વધુ ભોગો ભોગવી શકાય તેટલું સારું. આનાથી વધુ મૂર્ખામીભરી અને અંધકારમય વિચારધારા બીજી હોઈ જ ન શકે.
આપણી સંસ્કૃતિ આ વિષયમાં સ્પષ્ટ, ગહન અને પ્રામાણિક છે. આ સમગ્ર સૃષ્ટિ દેવતાઓથી બની છે. સૃષ્ટિનું શોષણ આપણે કરી શકીએ છીએ, જે આપણા પોષણ માટે જરૂરી છે, પરંતુ અવિચારી ઉપભોગથી તેનો સંહાર કરવો નિષિદ્ધ છે. અને આપણા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. કર્મોનું ફળ ભોગવ્યા વિના કોઈ છૂટકારો નથી. આપણને જીવન એકવાર નહીં, વારંવાર મળે છે, અને અનેક પશુ-પક્ષીઓની યોનિમાં આપણે, કર્મોનું ફળ ભોગવવું પડે છે. જે ભોગોને આપણે ભોગવવાની વાત કરીએ છીએ, તે બધા ભોગો આપણે અનેકવાર, અનેક જન્મોમાં ભોગવી ચૂક્યા છીએ. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણને નવી નવી યોનિઓમાં નવા નવા જન્મ મળતા જ રહે છે. આપણે આપણા ભોગોથી કંટાળી જઈએ કે દુઃખ સહન કરતાં કરતાં થાકી જઈએ, પરંતુ કર્મોનું ફળ ભોગવવા માટે આપણે જન્મ લેતા જ રહેવું પડે છે. તેથી બુદ્ધિમાની એમાં જ છે કે ભગવાનની શરણે જઈને મોક્ષની કામના કરવી.
કર્મફળ શું હોય છે, કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે, કર્મની ગતિ કેવી હોય છે, અને કર્મોથી છૂટકારો કેવી રીતે મળે છે, આ વિષય પર મારી "કર્મસિદ્ધાંત શૃંખલા" વાંચો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો