ભૂત પ્રેત પિશાચનું રહસ્ય - ભાગ 2 - શું મૃત વ્યક્તિઓની (પ્રેતોની) પૂજા કરવી જોઈએ?

આજના સમયમાં હિંદુઓને ગ્રસિત કરનારો સૌથી મોટો આધ્યાત્મિક રોગ

આજના સમયમાં હિન્દુઓમાં જો કોઈ સૌથી મોટો આધ્યાત્મિક રોગ ફેલાયો હોય, તો તે છે પ્રેત પૂજા. પછી ભલે તે તમારા માતા-પિતા હોય, ગુરુ હોય, ઘરના કોઈ મૃત સભ્ય હોય, કે પછી કોઈ મહાન સંત હોય. છે તો બધા પ્રેત જ.
જ્યાં જુઓ ત્યાં કોઈ ને કોઈ મૃત વ્યક્તિનું મંદિર છે, મઝાર છે. કેટલાક તો ખૂબ જ મોટા નામો છે. "હારેકા સહારા" આ પ્રેતોના ચક્કરમાં પડીને હિન્દુઓ પોતાની દુર્ગતિ કરી રહ્યા છે. આ બધા પ્રેતયોનિમાં જવાના રસ્તા છે, જેના પર હિન્દુઓ ચાલી રહ્યા છે. ગીતામાં ભગવાન કહે છે કે મનુષ્ય જેની પૂજા કરે છે, મર્યા પછી તે જ યોનિમાં જાય છે. જો ઈશ્વરની પૂજા કરે છે, તો વૈકુંઠ, કૈલાસ લોક, સાકેત લોક, ગૌ લોક વગેરેમાં જાય છે. અને જો પ્રેતોની પૂજા કરશે, તો પ્રેત જ બની જશે.

આજકાલ પિતૃદોષ અને પ્રેતજનિત પીડાઓમાં આટલો વધારો કેમ જોવા મળી રહ્યો છે?

પ્રેતોની સંખ્યા પણ ખૂબ વધી રહી છે. સાથે જ પ્રેતો દ્વારા આપવામાં આવતી પીડા પણ વધી રહી છે. અને શા માટે ન વધે? જ્યારે તમે તમારા પિતૃઓને શ્રાદ્ધ નહીં આપો, તેમને નિયમિત પાણી પણ નહીં આપો, તો તે બિચારા પોતાની તૃષ્ણા તૃપ્ત કરવા ક્યાં જશે? પછી તે તમારા શરીરમાં પ્રવેશશે અને ભોગ પ્રાપ્ત કરશે. અને જો એ પૂર્વજો એટલી પિશાચી પ્રવૃત્તિના નહીં હોય તો તમને પિતૃદોષ આપીને યાદ અપાવ્યા રાખશે કે તમારા પિતૃઓ અતૃપ્ત છે, અને એમના માટે કઈંક કરો. જયારે તીવ્ર પિતૃદોષ હોય છે ત્યારે પિતૃઓ કોઈકને કોઈકના માધ્યમથી તમને કહેવડાવે છે કે તમે પિતૃઓની શાંતિ અર્થે શ્રાદ્ધ તર્પણ કરો. આવા સૂચનો ક્યારેય ટાળવા નહીં.
અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં કે દરેક મરનારને પ્રેતયોનિ મળતી નથી. પરંતુ આજકાલ દેહાત્મવાદના પ્રભાવને કારણે આ સંખ્યા વધી રહી છે. અને જો તમારા પિતૃની અન્યત્ર સદ્ગતિ થઈ ગઈ હોય તો પણ તમારું આપેલું શ્રાદ્ધ-તર્પણ તેમને તેમના સ્થાને પહોંચી જ જાય છે.
અહીં મારો એવો કોઈ આશય નથી કે આ મોટા મંદિરોવાળા તથાકથિત "ભગવાનોનું" (કે જેઓ પહેલા મનુષ્ય હતા પણ તેમના મૃત્યુ પછી એમને મંદિરમાં બેસાડીને ભગવાન બનાવી દેવામાં આવ્યા) અપમાન કરવું. તેઓ બધા પોતાના મનુષ્ય જીવનકાળમાં વીર અને જ્ઞાની વ્યક્તિ હશે. તેમનું પૂર્ણ સન્માન છે. પરંતુ જ્યારે તેઓ મરી ગયા છે, ત્યારે તેમને બાંધી રાખવું યોગ્ય નથી. તેમને પોતાના કર્મોનો ભોગ સ્વર્ગમાં કરવા દેવો જોઈએ. અહીં તેમના માટે સ્વર્ગ બનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
મારું કહેવું ફક્ત એટલું જ છે કે કૃપા કરીને પોતાના અને પોતાના બાળકો પર કૃપા કરીને તમારા પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરો, અને પૂજા ફક્ત અને ફક્ત શાસ્ત્રીય ભગવાનોની જ કરો.

વાતનો સાર:

૧. મૃત વ્યક્તિઓની પૂજા ન કરો.
૨. પિતૃઓને નિયમિત શ્રાદ્ધ-તર્પણ આપો.
૩. ફક્ત અને ફક્ત શાસ્ત્રીય ભગવાનો અને દેવતાઓની જ પૂજા કરો.

મનુષ્યના મરણ પછી પ્રેત કેવી રીતે અને કેમ બને છે?

જુઓ, આ વિષય એટલો ગહન છે કે જો બરાબર લખવા બેસું તો એક આખી પુસ્તક લખાઈ જાય. તેમાં મૃત્યુભોજ (દહાડાનું ભોજન) અને અન્ય વિષયો પણ આવી જાય. તેથી જેટલું શક્ય હોય તેટલું સંક્ષેપમાં જ લખીશ.
મૃત્યુ પછી લગભગ બધી જીવાત્મા ૧૩ દિવસ સુધી પ્રેતયોનિમાં જ રહે છે. મૃત્યુના પ્રથમ 3 દિવસ પ્રેત માત્ર વિમાસણમાં રહે છે કે એની સાથે શું થયું. પછીના 12 દિવસોમાં મૃતાત્માને પિંડદાન દેવાથી એનું સુક્ષમશરીર વિકસિત થાય છે અને યમદૂતો સાથે અન્ય લોકની યાત્રા કરવા માટે તૈયાર થાય છે. પ્રેતયોનિનો એક દિવસ મનુષ્યોનો એક મહિનો હોય છે. અને જીવાત્માની પ્રેતયોનિ છોડીને અન્ય લોક કે યોનિમાં જવાની સફર ૧૨ દિવસની હોય છે, એટલે આપણું એક વર્ષ. આથી જ મૃતાત્મા માટે તેરમી અને વરસી મનાવવામાં આવે છે. 
પરંતુ કેટલાક અભાગિયા જીવો એવા હોય છે જે પ્રેતયોનિમાં જ રહી જાય છે. આનાં વિવિધ કારણો છે, જેમાંથી કેટલાક નીચે લખું છું. 👇

પ્રેત બનવાનું કારણ ૧ - અકસ્માત મૃત્યુ

મોટાભાગના પ્રેતો આ રીતે બને છે. જ્યારે અચાનક યુવાવસ્થામાં અકસ્માત મૃત્યુ થઈ જાય છે, ત્યારે જીવાત્માને ખબર જ નથી પડતી કે તે મરી ગયો છે. યુવા જીવની ઇચ્છાઓ અને વાસનાઓ પણ વધુ હોય છે. પોતાના શરીર પ્રત્યેનો મોહ પણ વધુ હોય છે. પરંતુ જ્યારે તેમને ખબર જ ન હોય કે તેઓ મરી ગયા છે, તો તે આ બધો અહંકાર છોડી જ શકતા નથી.
જેમ આપણે સ્વપ્નમાં એમ જ સમજીએ છીએ કે આપણે સશરીરે બધા ભોગ ભોગવી રહ્યા છીએ. આપણે જાણતા નથી કે આપણું શરીર તો પથારી પર પડ્યું છે. જે વિષયભોગ કરી રહ્યું છે તે તો સૂક્ષ્મ શરીર છે. એ જ રીતે પ્રેતને મોટાભાગે ખબર જ નથી હોતી કે તે મરી ગયો છે.
એક વાત બરાબર સમજી લો કે દરેક પ્રેત પોતાના અંતિમ મનુષ્ય શરીરની ઓળખ સાથે જ ફરતો રહે છે. તે એટલો જ જ્ઞાની કે અજ્ઞાની, એટલો જ ખરાબ કે સારો હોય છે જેટલો તે મનુષ્ય શરીરમાં હતો. આથી તે પ્રેત બન્યો એટલે મનુષ્યથી વધુ જ્ઞાની થઈ ગયો, એવું નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસ્લિમ પ્રેત હોય, તો તે પોતાના પ્રેત શરીરમાં પણ મુસ્લિમ ભ્રમને જ માનતો હશે. આ જ કારણ છે કે મુસ્લિમ પ્રેત ભગાવનારા લોકો તેને મુસ્લિમોના મોટા મોટા પિશાચો - જેમ કે સુલેમાન વગેરે - ની ધમકી આપીને ડરાવીને ભગાડે છે.

પ્રેત બનવાનું કારણ ૨ - અત્યધિક મોહ

કેટલાક જીવો એવા હોય છે જેમનો પોતાના શરીર, પોતાની સંપત્તિ, પોતાના પરિવારજનો પ્રત્યે એટલો મોહ હોય છે કે તેઓ મૃત્યુ પછી પણ તેમની સાથે જોડાયેલા રહેવા માગે છે. આવા પ્રેતો પણ મોટી સંખ્યામાં હોય છે. આથી જ મૃત્યુ પછી શરીરને બાળી નાખવામાં આવે છે.

સ્ત્રીઓને શ્મશાને કેમ નથી જવા દેવામાં આવતી?

આજકાલ સ્ત્રીઓ શ્મશાન જાય છે કારણ કે તેઓ પોતાની "વીરતા" અને પૌરુષ બતાવવા માગે છે.સ્ત્રીઓ ભાવુક હોય છે. કોઈ મૃતાત્માને જવા દેવા માટે નિષ્ઠુર હૃદયની જરૂર હોય છે. પરંતુ મૃતદેહની પાસે અત્યધિક વિલાપ કરીને સ્ત્રીઓ જીવાત્માની ગતિને બાધિત કરે છે. પુત્રી, પત્ની, બહેન વગેરે પ્રત્યે પુરુષ કે સ્ત્રી, કોઈને પણ અત્યધિક સ્નેહ હોય છે. તેઓ પ્રેત રૂપમાં ત્યાં હાજર હોય છે. એ મૃતાત્માથી તેના ઘરની સ્ત્રીઓનું આ દુઃખ જોવાતું નથી.
જ્યારે પુત્ર પોતે પિતાનો અગ્નિ સંસ્કાર કરે છે, ત્યારે મૃતાત્માનો મોહભંગ થઈ જાય છે. શાસ્ત્રોમાં તો એટલું સુધી કહેવાયું છે કે પુત્ર દ્વારા મૃતાત્માની ખોપડી હથોડાથી તોડવી જોઈએ. જ્યારે પુત્ર આટલી નિષ્ઠુરતા બતાવે છે, તો મૃતાત્મા માટે ગતિ કરવી સરળ બને છે.

પ્રેત બનવાનો ત્રીજો પ્રકાર - દેવ બનાવી દેવા

વ્યક્તિના મૃત્યુ પછી તેમના પરિજનો તેમનો ફોટો ઘરના મંદિરમાં મૂકીને દેવતાનું સ્થાન આપી દે છે, તેમને ભોગ-આરતી વગેરે ચઢાવે છે. આવામાં પ્રેતનું પોષણ થાય છે અને તે પોતાને દેવ જ માનવા લાગે છે. પછી તેને મુક્તિની કોઈ કામના પણ રહેતી નથી.
આ પ્રકારના "ભાગવાનો" રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. ત્યાં તમે દરેક ગલી-મહોલ્લામાં કોઈ "વીર"નું મંદિર જોશો. આ યોગ્ય નથી. વીરોનું પૂર્ણ સન્માન થવું જોઈએ, પરંતુ તેમની ગતિ બાધિત ન કરવી જોઈએ.તમે જ વિચારો, તમને કોઈ મર્યા પછી બાંધી રાખશે તો તમને ગમશે?

પ્રેત બનવાનો પ્રકાર ૪ - પિશાચથી બાધિત

કેટલાક વ્યક્તિઓ જીવિત હોય ત્યારે જ પિશાચના વશમાં આવી જાય છે. આવા પિશાચો મર્યા પછી પણ આવી જીવાત્માઓને છોડતા નથી. તેમને પોતાના "ગીરોહ"માં બાંધી રાખે છે. આ પ્રકારના પ્રેતોની સંખ્યા પણ આજકાલ ખૂબ વધી રહી છે. પિશાચો નાના પણ હોય છે, મોટા પણ હોય છે અને ખૂબ મોટા (લાખો પ્રેતોને વશમાં કરનારા) પણ હોય છે.
પિશાચોના વશમાં આવનારા જીવિત વ્યક્તિઓ મોટાભાગે પિતૃઓના શ્રાપથી ગ્રસ્ત હોય છે. જ્યારે પિતૃઓ ક્રોધિત થાય છે, તો આવા આવા શ્રાપ પણ આપી દે છે.
આથી પિતૃઓને હંમેશા તૃપ્ત રાખવા જોઈએ.
આ ઉપરાંત પણ કેટલાક કારણો હોઈ શકે છે, પરંતુ આ જ મુખ્ય કારણો છે, જે મારી જાણકારીમાં છે.એક વાત તો સમજવી જરૂરી છે કે આ જે પ્રેતગતિ થાય છે, તેની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આપણા કર્મોનું ફળ જ કારણ હોય છે. આથી પોતાના કર્મો સારા રાખશો, તો પોતાની અને પોતાની સંતાનોની દુર્ગતિ નહીં થાય.

એક મહત્ત્વની વાત

હિન્દુ ધર્મ સિવાયના જેટલા પણ અધર્મો છે, તે બધા આ મોટા મોટા પિશાચોના જ પૂજકો છે. આથી પિશાચ પૂજકોથી દૂરી રાખો, નહીં તો તમે પણ પ્રેતયોનિમાં જ જશો.
મૃત્યુભોજનો પણ આજકાલ ખૂબ વિરોધ થઈ રહ્યો છે. આર્ય-નમાજ આમાં મુખ્ય છે. આ એ જ લોકો છે જે પ્રેતોની સંખ્યા વધુ ને વધુ વધારવા માગે છે.
તમારા પિતૃગણ તર્પણ અને શ્રાદ્ધથી સુખી થાય છે, અને તેમની પૂજા કરવાથી અને ભોગ લગાવવાથી દુઃખી થાય છે.
જો આજ પછી ફક્ત આટલું જ યાદ રાખશો, તો બધાનું કલ્યાણ થશે.
-----------------------------------------------------------------------------------------------------------
હવે આ શ્રેણીના આગલા ભાગમાં આપણે જોઈશું કે શું સિદ્ધ મહાત્માઓના મંદિરો બનાવીને પૂજા કરવી યોગ્ય છે?
આ ભાગમાં આપણે જોઈશું કે:
  • શું સિદ્ધ સંતોના મંદિર બનવા જોઈએ?
  • જો આ પ્રેતોના મંદિરમાં ભગવાન નથી તો આપણી માનતાઓ કઈ રીતે પુરી થાય છે?
  • શું નાની મોટી માનતાઓ પુરી થાય એ હેતુથી પણ પ્રેત પૂજા કરવી જોઈએ?

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે